15 C
New York
Tuesday, May 14, 2024

મહેસાણા મતગણતરી LIVE: વિસનગરમાં ઋષિકેશ પટેલની જીત નક્કી; ઊંઝા 18 રાઉન્ડમાં ભાજપ આગળ

Date:

Gujarati NewsLocalGujaratMehsanaThe Fate Of 63 Candidates On Seven Seats Of Mehsana District Will Be Decided Today, The Average Voter Turnout Was 66.41 Percent.

મહેસાણા3 કલાક પહેલા

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી ચાલુ છે. ઊંઝા 18 રાઉન્ડમાં ભાજપ આગળ છે. વિજાપુર 15 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે.​​​​​​​ વિસનગર 15 રાઉન્ડમાં ભાજપ આગળ છે. કડી 15 રાઉન્ડમાં ભાજપ આગળ છે. વિજાપુર 9 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. કડી 12 રાઉન્ડમાં ભાજપ આગળ છે. વિસનગર 11​​​​​​​રાઉન્ડમાં ઋષિકેશ પટેલ આગળ છે.​​​​​​​ મહેસાણા મત ગણતરી કેન્દ્ર નજીક 2 km જેટલો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાનગી વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મહેસાણા અને બાસણા ગામ વચ્ચે મર્ચન્ટ કોલેજ આવેલ છે. જ્યાં હાલમાં મત ગણતરી કેન્દ્ર હોવાથી મુખ્ય હાઇવે 2 કિલોમીટર સુધી બંધ કરાયો છે. માત્ર ચૂંટણી કામગીરીમાં જોડાયેલા વાહનો અને સરકારી બસોને અવરજવર માટે પ્રવેશ મત ગણતરી કેન્દ્ર બહાર ગણ્યા ગાંઠીયા જ કાર્યકરો ઉપસ્થિત છે. ત્યારે બીજી બાજુ રોડની બે બાજુ ગાડીઓની લાંબી કતારો જોવા મળી છે.

મહેસાણા વિસનગરમાં બેલેટ ગણતરીમાં ભાજપના ઋષિકેશ પટેલ 231 મતોની લીડથી આગળ છે. જેમાં મહેસાણાની સાત બેઠકોની મતગણતરી શરૂ થઈ ચુકી છે. 5 ડીસેમ્બરે યોજાયેલી મહેસાણાની જિલ્લાની ચૂંટણીમાં સાત બેઠકના 63 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

જિલ્લામાં સરેરાશ 66.41 ટકા મતદાન થયું હતુંમહેસાણા જિલ્લામાં કુલ 17 લાખ 30 હજાર જેટલા મતદારો નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 11 લાખ 48 હજાર 891 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની સાત બેઠકો પર સરેરાશ 66.41 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 72.55 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે સરેરાશ 6 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

બેઠકનું નામ2017નું મતદાન2022નું મતદાનખેરાલુ72.1667.38ઊંઝા71.8663.16વીસનગર74.9669.11બેચરાજી70.6762.58કડી74.8671.09મહેસાણા71.0762.1વીજાપુર72.2970.02સરેરાશ મતદાન72.5566.41

જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

ખેરાલુ બેઠકનો માહોલખેરાલુ બેઠક પર આ વખતે 67.38 ટકા મતદાન થયું છે. 2017ના ચૂંટણી જંગમાં ભાજપના ભરતસિંહ ડાભી વિજય થયા હતા. 2022ના ચૂંટણી જંગમાં ભાજપે ભરતસિંહ ડાભીની ટિકિટ કાપીને સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે 2017માં હારેલા ઉમેદવાર મુકેશ દેસાઇને ફરી રિપિટ કર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ અહીં દિનેશ ઠારોરને ટિકિટ આપી હતી. અહીં કુલ 7 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

ઊંઝા બેઠકનો માહોલઊંઝા 18 રાઉન્ડમાં ભાજપ આગળ છે.​​​​​​​ ઊંઝા બેઠક પર આ વખતે 63.16 ટકા મતદાન થયું છે. 2017ના ચૂંટણી જંગમાં કોંગ્રેસના આશા પટેલની જીત થઇ હતી. જોકે, તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી છે. આ બેઠકને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકે ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલ આપ્યા હતા. નારાયણ પટેલ ભાજપમાંથી 1995થી જીત્યા હતા, જોકે, 2017ની ચૂંટણીમાં આશા પટેલ સામે નારણ કાકાની હાર થઇ હતી. 2022ના ચૂંટણી જંગમાં ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે અરવિંદ પટેલને ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ અહીં ઊર્વિશ પટેલને ટિકિટ આપી હતી. અહીં કુલ 7 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

વીસનગર બેઠકનો માહોલવિસનગર 11​​​​​​​રાઉન્ડમાં ઋષિકેશ પટેલ આગળ છે.​​​​​​​ વિસનગરમાં બેલેટ ગણતરીમાં ભાજપના ઋષિકેશ પટેલ 231 મતોની લીડથી આગળ છે. વીસનગર બેઠક પર આ વખતે 69.11 ટકા મતદાન થયું છે. આ બેઠક પર છેલ્લી 6 ટર્મખી ભાજપનો દબદબો જોવા મળ્યો છે. આ બેઠક પર સૌથી વધુ મતદારોની સંખ્યા પાટીદાર સમાજની છે. 2017માં પાટીદાર આંદોલન હોવા છતાં ભાજપની જીત થઇ હતી. ભાજપના ઋષિકેશ પટેલ 2012થી જીતતા આવતા આવે છે જેમને ભાજપે ત્રીજી વખત રિપિટ કર્યા હતા. તો કોંગ્રેસે 2017માં હારેલા ઉમેદવાર મહેશ પટેલની ટિકિટ કાપીને કિરીટ પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ જયંતીલાલ પટેલને ટિકિટ આપી હતી. આમ આ વખતે ત્રણેય પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ છે. અહીં કુલ 10 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

બેચરાજી બેઠકનો માહોલબેચરાજી બેઠક પર આ વખતે 62.58 ટકા મતદાન થયું છે. આ બેઠક પાટણના ચાણસ્મા મતવિસ્તારમાંથી વિભાજિત થઇ 2012માં અસ્તિત્વમાં આવી અને રજનીકાંત પટેલ પ્રથમ ધારાસભ્ય હતા. જોકે, 2017માં રજનીકાંત પટેલની કોંગ્રેસના ભરતજી ઠાકોર સામે હાર થઇ હતી. આ વખતે ભાજપે રજનીકાંત પટેલની ટિકિટ કાપીને સુખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે પણ ભરતજી ઠાકોરની ટિકિટ કાપીને ભોપાજી ઠાકોરને ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ સાગર રબારીને ટિકિટ આપી હતી. અહીં કુલ 10 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

કડી બેઠકનો માહોલકડી 12 રાઉન્ડમાં ભાજપ આગળ છે. કડી બેઠક પર આ વખતે 71.09 ટકા મતદાન થયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અહીથી ચાર વખત જીત્યા છે. જોકે, નીતિન પટેલ અહી હારી પણ ચૂક્યા છે. 2012માં આ બેઠક અનામત થતાં નીતિન પટેલ મહેસાણાથી લડ્યા હતા. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના રમેશ ચાવડા સામે ભાજપના હિતુ કનોડિયાની હાર થઇ હતી. જોકે, 2017ની ચૂંટણીમાં ભાજપે હિતુ કનોડિયાની ટિકિટ કાપીને કરસન સોલંકીને ટિકિટ આપતા તેમની રમેશ ચાવડા સામે જીત થઇ હતી. જેને લઇને આ વખતે પણ ભાજપે કરસન સોલંકીને રિપિટ કર્યા હતી. તો કોંગ્રેસે રમેશ ચાવડાની ટિકિટ કાપીને પ્રવીણ પરમારમે ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ એચ.કે.ડાભીને ટિકિટ આપી હતી. અહીં કુલ 8 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

મહેસાણા બેઠકનો માહોલમહેસાણા બેઠક પર આ વખતે 62.1 ટકા મતદાન થયું છે. પાટીદાર પ્રભુત્વવાળી આ બેઠક પર અત્યાર સુધીમાં પાંચ પાટીદાર, બે બ્રાહ્મણ અને બે રાજપૂત સમાજમાંથી ધારાસભ્યો મળ્યા છે. મહેસાણા બેઠક પાટીદાર આંદોલનનું એપી સેન્ટર મનાય છે. અહીં કડીથી આવેલા નીતિન પટેલ 2012થી જીતતા આવ્યા છે. 2012 અને 2017ની બંને ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા પણ નીતિન પટેલ સામે જીત ન મેળવી શક્યા. ત્યારે આ વખતે ભાજપે નીતિન પટેલની ટિકિટ કાપીને મુકેશ પટેલને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે પી.કે. પટેલને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ ભગત પટેલને ટિકિટ આપી હતી. આમ આ વખતે ત્રણેય પાટીદાર ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. અહીં કુલ 13 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

વીજાપુર બેઠકનો માહોલવિજાપુર 15 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે.​​​​​​​ ​​​​​​​વિજાપુર 9 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે.​​​​​​​ વીજાપુર બેઠક પર આ વખતે 70.02 ટકા મતદાન થયું છે. 2012માં અહીં ભાજપના પ્રહલાદ પટેલની કોંગ્રેસના કાંતિભાઇ પટેલ સામે જીત થઇ હતી. જોકે, 2017માં ભાજપે અહીં પ્રહલાદ પટેલની ટિકિટ કાપીને રમણભાઇ પટેલને ટિકિટ આપી હતી અને રમણભાઇ પટેલ કોંગ્રેસના નાથાભાઇ પટેલ સામે જીત્યા હતા. જોકે, વિરોધ વચ્ચે પણ ભાજપે આ વખતે રમણભાઇ પટેલને રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે કાંતિભાઇ પટેલની ટિકિટ કાપીને સી.જે. ચાવડાને ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ ચિરાગ પટેલને ટિકિટ આપી હતી. અહીં કુલ 7 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

જિલ્લાની 2017ની સ્થિતિ2017ની વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા જિલ્લામાં ભાજપનું પલડુ ભારે રહ્યું હતું. સાત પૈકી પાંચ બેઠક ભાજપે કબ્જે કરી હતી. 2017માં જિલ્લામાં 11 લાખ 50 હજાર 518 મતદારોએ મતદાન કર્યું હતુ, એટલે કે જિલ્લામાં કુલ 72.55% મતદાન થયું હતુ. જેમાં 5 લાખ 28 હજાર 531 મહિલાઓ અને 6 લાખ 7 હજાર 483 પુરુષોએ મતદાન કર્યુ હતુ. જોકે, આ વખતે સરેરાશ 6 ટકા મતદાનમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related