13.2 C
New York
Tuesday, May 14, 2024

ગાંધીનગર મતગણતરી LIVE: માણસામાં જયંતી પટેલનો વિજય થયો; માણસા કોંગ્રેસ ઉમેદવારે મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કર્યો

Date:

ગાંધીનગર2 કલાક પહેલા

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી ચાલુ છે. માણસા કોંગ્રેસ ઉમેદવારે મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કર્યો. માણસામાં જયંતી પટેલનો વિજય થયો છે. ગાંધીનગર ઉત્તર 12 રાઉંડમાં ભાજપ આગળ છે. દહેગામ 11 રાઉંડમાં ભાજપ આગળ છે. ગાંધીનગર દક્ષિણ 12 રાઉંડમાં ભાજપ આગળ છે. ઉત્તર ગાંધીનગરમાં આઠમાં રાઉન્ડની અંતે 9700 મતથી ભાજપ આગળ છે. કલોલ 4 રાઉંડમાં ભાજપ આગળ છે પરંતુ નોટામાં 574 વોટ છે. માણસામાં 5 રાઉંડમાં ભાજપ આગળ છે. ઉત્તર ગાંધીનગર સાતમા રાઉન્ડમા ભાજપ 7663થી આગળ છે. 6 રાઉંડમાં ગાંધીનગર દક્ષિણ bjp 6210 મતથી આગળ છે.​​​​​​ જેમાં ગાંધીનગરની પાંચ બેઠકોની મતગણતરી શરૂ થઈ ચુકી છે. 5 ડીસેમ્બરે યોજાયેલી ગાંધીનગર જિલ્લાની ચૂંટણીમાં પાંચ બેઠકના 50 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ગાંધીનગરની તમામ બેઠક પર કોણ આગળ…!

બેઠકઉમેદવારપાર્ટીદહેગામબલરાજસિંહ ચૌહાણભાજપગાંધીનગર સાઉથઅલ્પેશ ઠાકોરભાજપગાંધીનગર નોર્થરીટા પટેલભાજપમાણસાજયંતી પટેલભાજપકલોલબકાજી ઠાકોરભાજપ

​​​​​​જિલ્લામાં સરેરાશ 66.89 ટકા મતદાન થયું હતું

ગાંધીનગર જિલ્લામાં કુલ 13 લાખ 26 હજાર 838 જેટલા મતદારો નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 87 હજાર 588 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 66.89 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 72.30 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે સરેરાશ 6 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

બેઠકનું નામ2017નું મતદાન2022નું મતદાનદેહગામ72.7268.67ગાંધીનગર દક્ષિણ65.2163.16ગાંધીનગર ઉત્તર60.7369.11માણસા76.3171.24કલોલ73.5170.12સરેરાશ મતદાન72.366.89

જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

કલોલ બેઠકકલોલ 4 રાઉંડમાં ભાજપ આગળ છે પરંતુ નોટામાં 574 વોટ છે. કલોલ બેઠક પર આ વખતે 70.12 ટકા મતદાન થયું છે. આ બેઠકના પરિણામ પર સૌની નજર છે. મતદાનના દિવસે અહીં ત્રણ વખત હોબાળા થયા હતા. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ડૉ. અતુલભાઈ કે. પટેલ વચ્ચે જંગ જામી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરની 7 હજાર 965 મતથી જીત થઇ હતી. 2017માં અહીં 73.51% મતદાન થયું હતું. આ વખતે અહીં કોંગ્રેસે સિટિંગ MLA બળદેવજી ઠાકોરને રિપિટ કર્યા હતા. તો ભાજપે બકાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ કાંતિજી ઠાકોરને ટિકિટ આપી હતી. આમ આ વખતે ત્રણેય ઠાકોર ઉમેદવારો વચ્ચેની જંગનું પરિણામ આવશે. અહીં કુલ 12 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

દેહગામ બેઠકદહેગામ 11 રાઉંડમાં ભાજપ આગળ છે. દેહગામ બેઠક પર આ વખતે 68.67 ટકા મતદાન થયું છે. 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચૌહાણ બલરાજસિંહ અને કોંગ્રેસના ઉમેદવાર કામીનીબા રાઠોડ વચ્ચે જંગ જામી હતી. જેમાં ભાજપના ચૌહાણ બલરાજસિંહે કોંગ્રેસના ઉમેદવાર કામીનીબા રાઠોડને હરાવ્યા હતાં. 2017માં અહીં 72.72% મતદાન થયું હતું. આ વખતે ભાજપે અહીં બલરાજસિંહ ચૌહાણને રિપિટ કર્યા હતા. તો કોંગ્રેસે કામીનીબા રાઠોડની ટિકિટ કાપીને વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. જેને લઇને કામીનીબા રાઠોડ કોંગ્રેસ પર રૂપિયા લેવાનો આક્ષેપ કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. તો આમ આદમી પાર્ટી તરફએ અહીં સુહાગ પંચાલને ટિકિટ આપી હતી. અહીં કુલ 7 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

ગાંધીનગર દક્ષિણ બેઠકગાંધીનગર દક્ષિણ 12 રાઉંડમાં ભાજપ આગળ છે. 6 રાઉંડ​​​​​​​માં ગાંધીનગર દક્ષિણ bjp 6210 મતથી આગળ છે.​​​​​​ આ બેઠક પર આ વખતે 63.16 ટકા મતદાન થયું છે. 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઠાકોર શંભુજી છેલાજી અને કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકી વચ્ચે જંગ જામી હતી. જેમાં ભાજપના ઠાકોર શંભુજી છેલાજીએ કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીને હરાવ્યા હતાં. આ વખતે આ બેઠક ખુબ જ ચર્ચામાં છે, કારણ કે સતત વિરોધ વચ્ચે ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ગોવિંદજી સોલંકીની ટિકિટ કાપીને હિમાંશું પટેલને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ દોલત પટેલને ટિકિટ આપી હતી. અહીં 2017ની ચૂંટણીમાં 70.70% મતદાન થયું હતું. અહીં કુલ 11 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

ગાંધીનગર ઉત્તર બેઠકગાંધીનગર ઉત્તર 12 રાઉંડમાં ભાજપ આગળ છે. ઉત્તર ગાંધીનગરમાં આઠમાં રાઉન્ડની અંતે 9700 મતથી ભાજપ આગળ છે. ઉત્તર ગાંધીનગર સાતમા રાઉન્ડમા ભાજપ 7663થી આગળ છે.​​​​​​​ ગાંધીનગર ઉત્તર બેઠક પર આ વખતે 69.11 ટકા મતદાન થયું છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.જે. ચાવડા અને ભાજપના ઉમેદવાર અશોકકુમાર પટેલ વચ્ચે જંગ જામી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.જે. ચાવડાએ ભાજપના ઉમેદવાર અશોકકુમાર પટેલને 4 હજાર 774 મતથી હરાવ્યા હતાં. 2017માં આ બેઠક પર કુલ 1 લાખ 60 હજાર 675 મત એટલે 69.10% મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં અહીં ભાજપે અશોકકુમાર પટેલની ટિકિટ કાપીને રીટાબહેન પટેલને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે સી.જે ચાવડાને વિજાપુર ટિકિટ આપી અને નવા ચહેરા વીરેન્દ્રસિંહ વાધેલાને ટિકિટ આપી આમ આદમી પાર્ટીએ મુકેશ પટેલને ટિકિટ આપી હતી. અહીં કુલ 10 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

માણસા બેઠકમાણસા કોંગ્રેસ ઉમેદવારે મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કર્યો.​​​​​​​ માણસામાં જયંતી પટેલનો વિજય થયો છે.​​​​​​​ માણસા બેઠક પર આ વખતે 71.24 ટકા મતદાન થયું છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશકુમાર પટેલ અને ભાજપના ઉમેદવાર અમિત ચૌધરી વચ્ચે જંગ જામી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશકુમાર પટેલે ભાજપના ઉમેદવાર અમિત ચૌધરીને 524 મતથી હરાવ્યા હતાં. 2017માં અહીં કુલ 1 લાખ 62 હજાર 530 મત એટલે 76.31% મતદાન થયું હતું. આ વખતે કોંગ્રેસે અહીં સુરેશકુમાર પટેલની ટિકિટ કાપીને બાબુસિંહ ઠાકોરને ટિકિટ આપી હતી. તો ભાજપે અમિત ચૌધરીની ટિકિટ કાપીને જયંતી ચૌધરીને ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ ભાસ્કર પટેલને ટિકિટ આપી હતી. અહીં કુલ 10 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

જિલ્લાની 2017ની સ્થિતિ2017ની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લામાં ભાજપનું પલડુ ભારે રહ્યું હતું. જિલ્લાની પાંચ બેઠક પૈકી પાંચ ભાજપે કબ્જે કરી હતી. જ્યારે કોંગ્રેસને કલોલ અને ગાંધીનગર ઉત્તર બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં જિલ્લામાં 66.89 ટકા મતદાન થયું હતું. જેની સરખામણીએ આ વખતે જિલ્લામાં 6 ટકા મતદાનનો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related