14 C
New York
Tuesday, May 14, 2024

પાટણ મતગણતરી LIVE: રાધનપુરમાં ભાજપના લવીંગજીની જીત; મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા

Date:

Gujarati NewsLocalGujaratPatanThe Fate Of 43 Candidates On Four Seats Of Patan District Will Be Decided Today, The Average Voter Turnout Was 66.07 Percent.

પાટણ3 કલાક પહેલા

પાટણ જિલ્લામાં મતગણતરી ચાલુ છે. રાધનપુર 23રાઉન્ડમાં ભાજપના 22,013 મતથી જીત થઈ છે. ચાણસ્મા 11 રાઉન્ડામાં ભાજપ 3900 લીડથી આગળ છે. રાધનપુરમાં ભાજપના લવીંગજીની જીત. પાટણ કતપુર મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા. મતદાન મથક બહાર અબીલ ગુલાલ ઉડ્યો. ચાણસ્મા 6રાઉન્ડમાં ભાજપ 1082 મતથી આગળ છે. સિધ્ધપુર 9રાઉન્ડમાં કોંગ્રેસ 13,065 મતથી આગળ છે. રાધનપુર 14 રાઉન્ડમાં ભાજપ 8490 મતથી આગળ છે. ચાણસ્મા 5 રાઉન્ડમાં કોંગ્રેસ 67 મતે આગળ છે. પાટણ 3 રાઉન્ડમાં કોગ્રેસ 1089 મતથી આગળ છે. સિધ્ધપુર 7 રાઉન્ડમાં 10937 મતથી કોંગ્રેસ આગળ છે. રાધનપુર 10 રાઉન્ડમાં 6980 મતથી આગળ છે. સિધ્ધપુર 3 રાઉન્ડમાં 7571 મતથી કોગ્રેસ આગળ છે. રાધનપુર 4 રાઉન્ડમાં ભાજપ 790 મતથી આગળ છે. પાટણ 1 રાઉન્ડમાં 25 લીડથી કોંગ્રેસ આગળ છે. ચાણસ્મા 1 રાઉન્ડમાં ભાજપ 203 મતે આગળ છે.

રાધનપુરમાં 3 રાઉન્ડમાં ભાજપ આગળ છે. સિદ્ધપુર 2 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. પાટણની ચાર બેઠકોની મતગણતરી શરૂ થઈ ચુકી છે. બેલેટ પેપર પર મતગણતરી શરૂ થઈ ચુકી છે. 5 ડિસેમ્બરે યોજાયેલી પાટણ જિલ્લાની ચૂંટણીમાં ચાર બેઠકના 43 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

જિલ્લામાં સરેરાશ 66.07 ટકા મતદાન થયું હતુંપાટણ જિલ્લામાં કુલ 11 લાખ 72 હજાર 428 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 7 લાખ 33 હજાર 124 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની ચાર બેઠકો પર સરેરાશ 66.07 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 69.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે સરેરાશ 3 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

બેઠકનું નામ2017નું મતદાન2022નું મતદાનચાણસ્મા68.8963.04પાટણ70.2666.87રાધનપુર68.6465.06સિદ્ધપુર70.9869.53સરેરાશ મતદાન69.6766.07

જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

ચાણસ્મા બેઠકનો માહોલચાણસ્મા 11 રાઉન્ડામાં ભાજપ 3900 લીડથી આગળ છે. ચાણસ્મા 6રાઉન્ડમાં ભાજપ 1082 મતથી આગળ છે. ચાણસ્મા 1રાઉન્ડ માં કોગ્રેસ ભાજપ 203 મતે આગળ છે. ચાણસ્મા બેઠક પર આ વખતે 69.53 ટકા મતદાન થયું છે. પાટણ જિલ્લાની એકમાત્ર ચાણસ્મા બેઠક છે કે જે હાલ સત્તાધારી ભાજપ પાસે છે. અહીં ભાજપે દિલીપ ઠાકોરને રિપિટ કર્યા હતા. તો કૉંગ્રેસે અહીંથી દિનેશ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ વિષ્ણુ પટેલને ટિકિટ આપી હતી. અહીં કુલ 7 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

પાટણ બેઠકનો માહોલપાટણ કતપુર મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા. મતદાન મથક બહાર અબીલ ગુલાલ ઉડ્યો. પાટણ 3 રાઉન્ડમાં કોગ્રેસ 1089 મતથી આગળ છે. પાટણ 1 રાઉન્ડમાં 25 લીડથી કોંગ્રેસ આગળ છે. પાટણ બેઠક પર આ વખતે 66.87 ટકા મતદાન થયું છે.

2017ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસના કિરીટ પટેલ વિજય થયા હતા. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે કિરીટ પટેલને રિપિટ કર્યા હતા. તો ભારતીય જનતા પાર્ટીએ અહીં મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા. મહિલા આયોગના પૂર્વ સભ્ય ડો.રાજુલબેન દેસાઈને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. તો આમ આદમી પાર્ટીએ અહીંથી પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કરને ટિકિટ આપી હતી. અહીં કુલ 16 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

રાધનપુર બેઠકનો માહોલરાધનપુર 23રાઉન્ડમાં ભાજપના 22,013 મતથી જીત થઈ છે.​​​​​​​​​​​​​​ રાધનપુરમાં ભાજપના લવીંગજીની જીત​​​​​​​. રાધનપુર 14 રાઉન્ડમાં ભાજપ 8490 મતથી આગળ છે. રાધનપુર 10 રાઉન્ડમાં 6980 મતથી આગળ છે. રાધનપુર 4 રાઉન્ડમાં ભાજપ 790 મતથી આગળ છે.​​​​​​​ રાધનપુરમાં 3 રાઉન્ડમાં ભાજપ આગળ છે.​​​​​​​ રાધનપુર બેઠક પર આ વખતે 65.06 ટકા મતદાન થયું છે. જિલ્લાની રાધનપુર બેઠક એવી બેઠક છે કે, જ્યાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારે રાજકીય ઉતારચડાવ જોવા મળ્યો છે. 2017માં અહીં ભાજપના લવિંગજી સોલંકી સામે કૉંગ્રેસના અલ્પેશ ઠાકોરનો વિજય થયો હતો. જોકે, અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા અલ્પેશ ઠાકોરની કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે હાર થઈ હતી. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે રઘુ દેસાઈને રિપિટ કર્યા હતા. જ્યારે ભાજપે અહીંથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ અહીં લાલજી ઠાકોરને ટિકિટ આપી હતી. અહીં કુલ 11 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

સિદ્ધપુર બેઠકનો માહોલસિધ્ધપુર 9રાઉન્ડમાં કોંગ્રેસ 13,065 મતથી આગળ છે.​​​​​​​ ​​​​​​​સિધ્ધપુર 7 રાઉન્ડમાં 10937 મતથી આગળ છે.​​​​​​​ સિધ્ધપુર 3 રાઉન્ડમાં 7571 મતથી કોગ્રેસ આગળ છે. સિદ્ધપુર 2 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે.​​​​​​​ સિદ્ધપુર બેઠક પર આ વખતે 69.53 ટકા મતદાન થયું છે. આ બેઠક પર 2017માં કૉંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત થઈ હતી. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે ચંદનજીને રિપિટ કર્યા હતા. તો ભાજપે અહીં પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ મહેન્દ્ર રાજપૂતને ટિકિટ આપી હતી. અહીં કુલ 9 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

જિલ્લાની 2017ની સ્થિતિ2017માં પાટણ જિલ્લાની ચાર બેઠક પર સરેરાશ 69.67 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં સૌથી વધુ સિદ્ધપુર બેઠક પર 70.98 ટકા મતદાન થયું હતું. જેની સરખામીએ આ વખતે સરેરાશ 3 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. 2017માં કોંગ્રેસનું પલડુ ભારે જોવા મળ્યું હતું. ચાર પૈકી એક જ ચાણસ્મા બેઠક પર ભાજપને જીત મળી હતી. બાકીની ત્રણેય બેઠક કોંગ્રેસ પાસે જ રહી હતી.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related