12.8 C
New York
Tuesday, May 14, 2024

ગીર સોમનાથમાં ભાજપનું કમબેક: ઉના બેઠક પર 6 ટર્મ ધારાસભ્ય રહેલા પૂંજા વંશની હાર, 2017માં અહીં કૉંગ્રેસે તમામ 4 બેઠક જીતી હતી, 2022માં એક જ મળી

Date:

ગીર સોમનાથ31 મિનિટ પહેલા

સોમનાથ બેઠક પર ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, વિમલ ચુડામસા 984 મતથી આગળ

ગીર સોમનાથ જિલ્લામાં કૉંગ્રેસે ત્રણ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. 2017માં અહીં ભાજપ એકપણ બેઠક જીતી શક્યો ન હતો. 2022માં ભાજપે જોરદાર કમબેક કરી ચારમાંથી ત્રણ બેઠક કબજે કરી છે.જ્યારે સોમનાથ બેઠક નજીવા માર્જિનથી ગુમાવવી પડી છે. અહીં છ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે પણ હારનો સામનો કરવો પડ્યો છે. 15 વર્ષ બાદ પૂંજા વંશને કે.સી. રાઠોડે જ હાર આપી છે.

જિલ્લાનું પાંચ વર્ષમાં ચિત્ર પલટાઈ ગયું2017 વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ સરકાર બની હતી. પરંતુ, ગીર સોમનાથ જિલ્લાની એકપણ બેઠક ભાજપ જીતી શકી ન હતી. 2022ના ચૂંટણી જંગ પહેલા તાલાલના ધારાસભ્ય ભગા બારડ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે તેમને અહીંથી ટિકિટ આપી હતી અને તે અહીંથી જીત્યા પણ ખરા. જ્યારે ઉના બેઠક પર કૉંગ્રેસે જૂના જોગી પૂંજા વંશને મેદાન ઉતાર્યા હતા તેને તેના જૂના હરિફ કેસી રાઠોડે જ હાર આપી છે. જ્યારે કોડીનાર બેઠક પર ભાજપના પ્રદ્યુમન વાજાની જીત થઈ છે. તો સોમનાથ બેઠક પર કૉંગ્રેસના વિમલ ચુડાસમા અને ભાજપના માનસિંહ પરમાર વચ્ચે અંતિમ રાઉન્ડ સુધી કાંટે કી ટક્કર ચાલી હતી. જેમાં વિમલ ચુડાસમા બાજી મારી ગયા હતા.

જિલ્લાની ચાર બેઠક પર થયું છે 66 ટકા સરેરાશ મતદાનગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો પર કુલ 9 લાખ 99 હજાર 554 મતદાર નોંધાયેલા છે. જેમાંના 6 લાખ 59 હજાર 89 મતદારોએ 1 ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 34 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યું હતું. જિલ્લામાં 2017માં સરેરાશ 69.26 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2022માં 65.93 ટકા નોંધાયું છે. એટલે કે 2017ની સરખામણીએ 2022માં 3.33 ટકા ઓછું મતદાન નોંધાયું છે. બેઠક વાઈઝ નોંધાયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

બેઠક20172022સોમનાથ75.98%72.94%તાલાલા70.22%63.39%કોડીનાર66.39%63.77%ઊના64.19%63.17%સરેરાશ મતદાન69.26%65.93%

કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

સોમનાથસોમનાથ બેઠક પર કુલ 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અહીં કૉંગ્રેસે સીટીંગ MLA વિમલ ચુડાસમાને રિપિટ કર્યા છે. તો ભાજપે માનસિંહ પરમારને અને આમ આદમી પાર્ટીએ જગમાલ વાળાને ટિકિટ આપી હતી. આ બેઠક પર ભાજપ,કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. 2017માં વિમલ ચુડાસમાએ અહીં 20 હજાર કરતા વધુ મતની લીડથી જીત મેળવી હતી. જો કે, 2022ના જંગમાં આપ ભાજપ અને કૉંગ્રેસનું ગણિત બગાડી શકે છે.

તાલાલાકેસર કેરીને કારણે પ્રખ્યાત તાલાલાની વિધાનસભા બેઠક હાલ પક્ષપલટાના કારણે ચર્ચામાં છે. 2017માં અહીં કૉંગ્રેસના ભગવાનજી બારડની 31,370 મતની લીડથી જીત થઈ હતી. જો કે, 2022ની ચૂંટણી પહેલા જ ભગવાનભાઈ હાથનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. 2022ના ચૂંટણી જંગમાં ભાજપે તેમને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે. તો કૉંગ્રેસમાંથી માનસિંહ ડોડિયા અને આમ આદમી પાર્ટીમાંથી દેવન્દ્ર સોલંકી મેદાનમાં છે.

કોડીનારકોડીનાર બેઠક પર ભાજપ-કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. અહીં કુલ 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે અહીં ડો. પ્રદ્યુમન વાજાને ટિકિટ આપી છે. તો કૉંગ્રેસે તેમના સીટીંગ MLA મોહન વાળાને રિપિટ ન કરી મહેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે. વાલજી મકવાણા આપના ઉમેદવાર છે.

ઊનાગીર સોમનાથ જિલ્લાની ઊના બેઠક કૉંગ્રેસનો ગઢ ગણાય છે. પૂંજા વંશ 1990થી આ બેઠક પર સતત ચૂંટણી લડી રહ્યા છે. 2007 વિધાનસભાને બાદ કરતા તેઓ 6 વાર અહીંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2007માં પૂંજા વંશને જે કે.સી.રાઠોડે હરાવ્યા હતા તે કે.સી. જ હાલ તેમને 2022ના જંગમાં ટક્કર આપી રહ્યા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી સેજલબેન ખૂંટ મેદાનમાં છે. કુલ 10 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.

ચાર બેઠકો પર 2017ની સ્થિતિ2017 વિધાનસભામાં ગીર સોમનાથ જિલ્લાની ચારમાંથી ભાજપને એકપણ બેઠક મળી ન હતી. તમામ બેઠક કૉંગ્રેસે કબજે કરી હતી. જો કે, તાલાલા બેઠક પર ચૂંટાયેલા ભગવાનભાઈ બારડ હવે ભાજપમાં જોડાયા છે અને ભાજપની ટિકિટ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related